જામનગરની પોસ્ટ ઓફિસોમાં સર્વરના પારાવાર ધાંધિયાથી ગ્રાહકો ત્રાહિમામ્


જામનગર તા. ૨૪ઃ જામનગર શહેર અને ગ્રામ્યમાં ખેલમહાકુંભ-૨૦૧૬નું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૃ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ-૨૦૧૬ તા. ૩૦-૦૯-૧૬ થી ૦૩-૧૨-૧૬ દરમ્યાન યોજાશે. જેમાં અન્ડર ૯,૧૧,૧૪,૧૭ ઓપન એઈજ (૧૭ વર્ષથી ઉપર), ૪૦ વર્ષથી ઉપર, ૬૦ વર્ષથી ઉપર એઈજ ગ્રુપની કુલ ૩૦ સ્પર્ધા યોજાશે. જેથી ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે તા. ૧૭-૮- થી ૧૫-૦૯-૧૬ સુધી ઉઉઉ.દ્ભઁઈન્સ્છઁછદ્ભેંસ્મ્ઁ.ર્ંઇય્ ની વેબસાઈટ તથા મોબાઈલ એપ્લિકેશનથી ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ શકશે. અંડર-૯,૧૧,૧૪,૧૭ તથા ઓપન એઈજ (૧૭ વર્ષથી) ઉપર ગ્રુપ શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ પોતાની શાળામાંથી જ ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનું રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે કોલેજમાંથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અભ્યાસ ન કરતા તેવા ખેલાડીઓ  ઉઉઉ.દ્ભઁઈન્સ્છઁછદ્ભેંસ્મ્ઁ.ર્ંઇય્ ની વેબસાઈટ તથા મોબાઈલ એપ્લિકેશનથી ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ શકશે. અથવા નજીકની શાળામાં તથા તાલુકા કક્ષાએ બી.આર.સી. ભવન અને જિલ્લા કક્ષાએ જિલ્લા રમત ગમત અધિકારી કચેરી મારફત રજીસ્ટ્રેશન કરાવી શકશે, ખેલ મહાકુંભમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ હશે તે જ ખેલાડીઓ ભાગ લઈ શકશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન નહીં કરાવેલા ખેલાડી ભાગ લઈ શકશે નહીં. તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન તા. ૧૫-૯-૧૬ સુધીમાં કરવાનું રહેશે. વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જામનગર (૦૨૮૮ ૨૬૭૮૨૦૯)નો સંપર્ક કરવો. - See more at: 

Post a Comment

Previous Post Next Post