જામનગર તા. ૨૪ઃ જામનગરના એક મુસ્લિમ મહિલા પર ગઈકાલે અદાલતના પટાંગણમાં એક મહિલા સહિત પાંચ વ્યક્તિઓએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. જામનગરના ધરારનગર-ર વિસ્તારમાં રહેતા નસીમબેન યુનુસભાઈ સમા નામના મહિલાએ થોડા દિવસો પહેલાં ત્યાં જ રહેતા એક ગરાસિયા સાથે ઝઘડો થયો હતો તેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે કેસની ગઈકાલે અદાલતમાં તારીખ હતી. આ કેસમાં હાજર થવા માટે ગઈકાલે નસીમબેન જ્યારે અદાલતના પરિસરમાં આવ્યા ત્યારે ત્યાં હાજર સામા પક્ષવાળા ચંદુભા, દિગુભા, સૂરજબેન, હેમતસિંહ, નિલેશ મારાજ નામના પાંચ વ્યક્તિઓએ જૂની માથાકૂટનો ખાર રાખી નસીમબેન પર હુમલો કર્યાે હતો. આ વ્યક્તિઓએ તેણીના વાળ ખેંચી પાઈપ ફટકાર્યા હતા. આ બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
- Home
- news-in-jamnagar
- જામનગરમાં જૂના મનદુઃખનો ખાર રાખી મહિલા પર હુમલો
જામનગરમાં જૂના મનદુઃખનો ખાર રાખી મહિલા પર હુમલો
જામનગર તા. ૨૪ઃ જામનગરના એક મુસ્લિમ મહિલા પર ગઈકાલે અદાલતના પટાંગણમાં એક મહિલા સહિત પાંચ વ્યક્તિઓએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. જામનગરના ધરારનગર-ર વિસ્તારમાં રહેતા નસીમબેન યુનુસભાઈ સમા નામના મહિલાએ થોડા દિવસો પહેલાં ત્યાં જ રહેતા એક ગરાસિયા સાથે ઝઘડો થયો હતો તેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે કેસની ગઈકાલે અદાલતમાં તારીખ હતી. આ કેસમાં હાજર થવા માટે ગઈકાલે નસીમબેન જ્યારે અદાલતના પરિસરમાં આવ્યા ત્યારે ત્યાં હાજર સામા પક્ષવાળા ચંદુભા, દિગુભા, સૂરજબેન, હેમતસિંહ, નિલેશ મારાજ નામના પાંચ વ્યક્તિઓએ જૂની માથાકૂટનો ખાર રાખી નસીમબેન પર હુમલો કર્યાે હતો. આ વ્યક્તિઓએ તેણીના વાળ ખેંચી પાઈપ ફટકાર્યા હતા. આ બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Related Post
Subscribe to:
Post Comments (Atom)
0 $type={blogger}